નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પૂંછમાં ભારત પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની સેના (Pakistan Army) એ ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન (Pakistan) ની સેના દ્વારા સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યાં જેમાં એક ભારતીય જવાન શહીદ થયો. આ ઉપરાંત અન્ય બે જવાન ઘાયલ થયા છે. ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
Corona: હવે મળશે Coronavirus ને ધોબીપછાડ!, પતંજલિનો મોટો દાવો-બનાવી લીધી કોરોનાની દવા
પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં સતત આતંકીઓ મોકલીને ત્યાં અશાંતિ પેદા કરવાનું ષડયંત્ર રચાય છે. ભારતના પરાક્રમી સૈનિકો આતંકીઓને જહન્નુમ મોકલે છે. તેનાથી પાકિસ્તાન ધૂંધવાયું છે. સરહદ પારથી સતત નાપાક હરકતો ચાલુ છે અને ભારતીય સેનાને નિશાન બનાવાય છે. ભારતની સેના પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમાં એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાનના પૂંછ જિલ્લાના કિરની સેક્ટરમાં શાહપુર પાસે નિયંત્રણ રેખા પર ફાયરિંગ થયું જેમાં એક જવાન ઘાયલ થયા બાદ શહીદ થયો. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર હેઠળ છે.
coronavirus: દેશમાં ફરી તૂટ્યો રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 11,929 નવા કેસ, 311 લોકોના મૃત્યુ
કાશ્મીરમાંથી આતંકનો સફાયો
અત્રે જણાવવાનું કે સેનાના બહાદુર જવાનોએ આ અઠવાડિયે 16 આતંકીઓનો ખાતમો કર્યો છે. આ સપ્તાહમાં દક્ષિણ કાશ્મીરમાં આ ચોથી અથડામણ થઈ. આ અગાઉ શોપિયા જિલ્લામાં 3 અલગ અલગ અથડામણમાં ટોચના હિજબુલ કમાન્ડરો સહિત 14 આતંકીઓ માર્યા ગયા હતાં. છેલ્લા એક અઠવાડિયામાં સુરક્ષાદળોએ ઘાટીમાં 16 આતંકીઓને ઠાર કર્યા છે.
જુઓ LIVE TV
પાકિસ્તાનને પીઓકે જવાનો ડર
મોદી સરકાર ફરીથી સત્તામાં આવતા પાકિસ્તાનને હવે સતત ડર લાગી રહ્યો છે કે ભારતીય સેના પાકિસ્તાન પાસેથી પીઓકે છીનવી શકે છે. જેનાથી પાકિસ્તાન ડરેલુ છે. પાકિસ્તાનના કાયર સૈનિકો અને ડરપોક પ્રધાનમંત્રી ઈમરાન ખાન દુનિયાભરમાં રોકકળ મચાવીને અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે